વિષય:- NEP-2020ની ભલામણ મુજબ ધોરણ-6થી 8 (મિડલ સ્ટેજ)માં પૂર્વ-વ્યાવસાયિક શિક્ષણ (10 Bagless Days) માટે માસ્ટર ટ્રેનર અને શિક્ષક તાલીમ બાબત
સંદર્ભ:- માન. નિયામકશ્રીની તા.13/11/2025ની નોંધ પર મળેલ અનુમતિ અન્વયે
શ્રીમાન,પઉરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે આપ સુવિદિત છો કે ભારત સરકાર દ્વારા NEP-2020ની ભલામણ મુજબ ધોરણ-6થી 8 (મિડલ સ્ટેજ)માં પૂર્વ-વ્યાવસાયિક શિક્ષણ (10 Bagless Days) દાખલ કરેલ છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ-6થી 8માં પૂર્વ-વ્યાવસાયિક શિક્ષણ માટે માસ્ટર ટ્રેનર અને શિક્ષક તાલીમનું આયોજન દરેક જિલ્લાએ નીચેની વિગતે કરવા આથી જણાવવામાં આવે છે.
1.માસ્ટર ટ્રેનર તાલીમ : 19 અને 20 ડિસેમ્બર 2025
2.શિક્ષક તાલીમ :- 29 અને 30 ડિસેમ્બર 2025
ધોરણ 6 થી 8 (મિડલ સ્ટેજ) માટે માસ્ટર ટ્રેનર અને શિક્ષક તાલીમ માટેની સૂચનાઓ
- તાલીમનો સમય સવારે 10.30 થી 17.00 કલાકનો રહેશે.
- શિક્ષકની સંખ્યાને ધ્યાને લઈ માસ્ટર ટ્રેનર તૈયાર કરવાના રહેશે.
શિક્ષક તાલીમમાં શાળા દીઠ એક શિક્ષકને (શાળાના આચાર્ય નકકી કરે તે શિક્ષક, વધુમાં તે 10 Bagless Daysની સાથે સંકળાયેલ હોય તે ઈચ્છનીય) તાલીમ આપવાની રહેશે. તે મુજબ આયોજન કરવાનું રહેશે.સદર તાલીમમાં આવનાર માસ્ટર ટ્રેનર અને શિક્ષકને જરૂરી તાલીમ સાહિત્ય આપવાનું રહેશે. આ તાલીમ સાહિત્યમાં પૂર્વ-વ્યાવસાયિક શિક્ષણ તાલીમ મોડયુલ (મિડલ સ્ટેજ) (10 Bagless Days) તેમજ તાલીમને લગતી જરૂરી સામગ્રી આપવાની રહેશે.
સદર તાલીમમાં દરેક તાલીમાર્થીને તાલીમ મોડયુલ કલરમાં આપવાનું રહેશે.શિક્ષક તાલીમ દરમિયાન બંને દિવસે (તા. 29 અને 30) સવારે 11.00 થી 12.00 કલાક દરમિયાન ઓનએર પ્રસારણ બાયસેગ ચેનલ-5 અને યુટ્યુબ (જીસીઈઆરટી યુટ્યુબ ચેનલ) પરથી સીધું જીવંત પ્રસારણ થશે, જેમાં તાલીમમાં આવેલ શિક્ષકોને જોડવાના રહેશે.
તાલીમમાં આવનાર શિક્ષકોએ પોતપોતાની શાળાના અન્ય શિક્ષકોને તાલીમ આપવાની રહેશે અને શાળાઓમાં શનિવારે/સ્થાનિક કક્ષાની અનુકૂળતા મુજબ આ પ્રવૃત્તિઓ શાળાના તમામ શિક્ષકોએ કરાવવાની રહેશે. (શિક્ષકના તાલીમ માટેના ઓર્ડરમાં આ બાબતનો ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે.)
તાલુકાકક્ષાએ શિક્ષક તાલીમના આયોજન માટે બી.આર.સી. કોઓર્ડીનેટરનો સહયોગ લઈ શકાશે.
શિક્ષક તાલીમ દરમિયાન ડાયટ પ્રાચાર્યશ્રી, ડીપીઈઓશ્રી, શાસનાધિકારીશ્રી, જીસીઈઆરટી અને ડાયટ ફેકલ્ટીસ, ટીપીઈઓ, કેળવણી નિરીક્ષક, બીઆરસી-કો, સીઆરસી-કો અને KRP એ મોનીટરીંગ કરવાનું રહેશે.
તાલીમ પૂર્ણ થયા બાદ દૈનિક 5 કલાક મુજબ 2 દિવસની તાલીમની પૂર્ણતાનું સર્ટીફીકેટ તાલીમાર્થીને આપવાનું રહેશે.
જિલ્લાને તાલીમ માટે ફાળવેલ ગ્રાન્ટની મર્યાદા કરતાં વધુ ખર્ચ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
દરેક જિલ્લાએ માસ્ટર ટ્રેનર તથા શિક્ષક તાલીમનો આનુસંગીક ખર્ચ જીસીઈઆરટી દ્વારા પી.એફ.એમ.એસ.ના એકાઉન્ટમાં ફાળવેલ ગ્રાન્ટની મર્યાદામાંથી કરવાનો રહેશે. (પત્રક સામેલ છે)
તાલીમ પૂર્ણ થયા બાદ આ સાથે સામેલ પત્રકોમાં જરૂરી વિગતો ભરી પ્રાચાર્યશ્રીના સહી સિક્કા સાથે દિન-7માં મોકલી આપવાના રહેશે.
(પી. કે. ત્રિવેદી)
નિયામક
જીસીઈઆરટી ગાંધીનગર
જો આપ આ તાલીમનો પરીપત્ર ડાઉનલોડ કરવા માંગો છો તો નીચે આપેલ લિંકમાં pdf સ્વરૂપે પરીપત્ર
મુકેલ છે.
તાલીમનો gcert નો પરિપત્ર અહીથી વાંચો