અમારા Whatsapp ગ્રુપમાં Join થાઓ ક્લિક કરો> ગ્રુપમાં જોઇન થાઓ

આચાર્ય તાલીમ મોડ્યુલ 202526 પીડીએફ ડાઉનલોડ કારો

આચાર્ય તાલીમ મોડ્યુલ, આચાર્ય તાલીમ મોડ્યુલ પીડીએફ, આચાર્ય તાલીમ,aachary talim
Rajesh Prajapati

 આચાર્ય તાલીમ મોડ્યુલ 202526 પીડીએફ ડાઉનલોડ કારો 


રાષ્ટ્રીય શાળા નેતૃત્ત્વ કેન્દ્ર (એન.સી.એસ.એલ.) શાળા રૂપાંતરણ માટે પ્રતિબદ્ધ છે. આ સંપૂર્ણ અભિક્રમ અને રૂપાંતરણની પ્રક્રિયા આજે શાળાઓનું જે રીતે વ્યવસ્થાપન અને નેતૃત્ત્વ થાય છે તેમાં ધરમૂળથી પરિવર્તન માંગી લે છે. જે મુખ્ય શિક્ષકને શાળાલક્ષી પરિવર્તન અને વિકાસની શરૂઆત કરનાર મુખ્ય વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરે છે.


શાળા રૂપાંતરણની સમગ્ર પ્રક્રિયા એવી રીતે થવી જોઈએ કે શાળાનું સંચાલન અને નેતૃત્ત્વ વ્યવસ્થિત રીતે થઈ શકે. શાળા આધારિત પરિવર્તન અને વિકાસની સ્થિતિમાં શાળાના પ્રમુખની પહેલ અને અમલીકરણની મહત્ત્વની ભૂમિકા છે. ખાસ કરીને એવા સમયે જ્યારે શાળા સંચાલનની પારંપારિક વિચારણા કારગાર પુરવાર થઈ નથી. છેલ્લા દાયકા ઉપર નજર નાખતા આપણને એવો અનુભવ થાય છે કે શાળાઓમાં બદલાવ બહુ ધીમી ગતિએ થયો છે અને અનેક શાળાઓમાં તો શિક્ષણનું સ્તર પણ સાવ કથળી ગયું છે. વર્તમાન સમયની માંગ છે કે, મુખ્ય શિક્ષકો બાળકોની શીખવાની પ્રક્રિયામાં તેમની સાથે અંતઃકરણપૂર્વક જોડાય અને શાળાઓ તરફ જોવાનો પોતાનો દૃષ્ટિકોણ બદલે.શાળા પરિવર્તનના પડકારનો સામનો કરવા માટે સંચાલન ક્ષમતા કરતાં વધુ નેતૃત્ત્વ ક્ષમતાનું નિર્માણ ઘણું મહત્ત્વનું બની ગયું છે. આ ત્યાં સુધી નહીં થઇ શકે જ્યાં સુધી મુખ્ય શિક્ષકો શાળાની વિકાસ પ્રક્રિયાનું નેતૃત્ત્વ કરવા તૈયાર નહીં થાય અને વિદ્યાર્થીઓ માટે સારાં પરિણામોનો પાયો નહીં નાખે. અહીં ક્ષમતા વર્ધન એ ખુબ મહત્ત્વનો પાયો બની રહે છે તેમાં પણ મુખ્ય શિક્ષકો સાથે દીર્ઘકાલીન જોડાણ જરૂરી છે. કારણ આજની ટૂંકા ગાળાની તાલીમો શાળાની વાસ્તવિક્તા અને પડકારો સાથે બહુ ઓછો સંબંધ ધરાવે છે તેમજ અધ્યયન-અધ્યાપનના સિદ્ધાંતોનું વર્ગખંડોમાં અમલીકરણ કરવાની પણ ખુબ ઓછી સમજ ધરાવે છે.


આ વાસ્તવિકતાને સ્વીકારીને એન.સી.એસ.એલ., શાળા નેતૃત્ત્વ વિકાસ દ્વારા શાળાઓના રૂપાંતરણ માટે નેતૃત્ત્વ ક્ષમતા વિકાસના કાર્યક્રમનું આયોજન કરે છે. જે દેશની સરકારી શાળાઓ અને સ૨કારી સહાય મેળવતી તમામ શાળાઓના મુખ્ય શિક્ષકો માટે ઘડાયો છે. શાળા નેતૃત્ત્વ વિકાસ' કાર્યક્રમમાં મુખ્ય શિક્ષકોની નેતૃત્ત્વલક્ષી ક્ષમતાઓને મજબૂતી બક્ષનાર એક નોંધપાત્ર પ્રગતિના રૂપમાં ભવિષ્યમાં જોઈ શકાશે.modyul,


આચાર્ય તાલીમ મોડ્યુલ 202526 પીડીએફ ડાઉનલોડ કારો 


આચાર્ય ચાર્જ બાબતે સ્પષ્ટતા કરતો શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો પરિપત્ર 17|1|2026  લેટેસ્ટ પરિપત્ર વાંચવાં અહી ક્લિક કરો


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.