માતૃત્વ રજાના પરિપત્રો/મેટરનીટી લિવના પરિપત્રો/Maternity leave gr
પુખ્ત વિચારણાને અંતે બે કે તેથી વધુ જીવિત બાળકો ધરાવતા ન હોય તેવા કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી જ, તેણી જે તારીખથી માતૃત્વ રજા પર જાય તે તારીખથી એકસો એંસી દિવસના સમયગાળાની માતૃત્વ રજા મળવાપાત્ર થશે તેવુ ઠરાવવામાં આવે છે. આવી માતૃત્વ રજા તેણીના રજાના હિસાબમ ઉધારવામાં આવશે નહી. તેણીને મળવાપાત્ર રજાનો પગાર, તેને રજા પર જતા તરત પહેલા જે પગાર મળતો હોય તેની બરાબર રહેશે.
નાણા વિભાગના તા.૧૬.૦૨.૨૦૦૬ અને સામાન્ય વહીવટ વિભાગના તા.૦૪.૦૬.૨૦૦૯ ના ઠરાવોની શરતોને આધિન કરાર આધારિત ફિક્સ પગારે નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી માતૃત્વ રજાઓ મંજૂર કરવાથી રજાના સમય દરમિયાન તેણીની કામગીરીનું મૂલ્યાંકન થઇ શકતું ન હોવાથી, સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આવા મહિલા સરકારી કર્મચારીના કરારીય સમયગાળાનું મૂલ્યાંકન કરતી વખતે તેણીએ ભોગવેલ માતૃત્વ રજા જેટલા સમયને કરારીય સમયગાળામાં ઉમેરીને કામગીરી મૂલ્યાંકન પૂર્ણ કરવાનું રહેશે પરંતુ કરારીય સેવા સંતોષકારક રીતે પૂર્ણ થયેથી માતૃત્વ રજાનો સમયગાળો ધ્યાને લીધા સિવાય નિયમિત નિમણૂકના આદેશો કરવાના રહેશે.
કાયમી મહેકમ પર ન હોય પરંતુ અજમાયશી ધોરણે નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારી/અધિકારીને નોકરીમાં જોડાયા બાદથી માતૃત્વ રજાઓ મંજૂર કરવાથી રજાના સમય દરમિયાન તેણીની કામગીરીનું મૂલ્યાંકન થઇ શકતું ન હોવાથી, સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આવા મહિલા સરકારી કર્મચારી/અધિકારીના અજમાયશી સમયગાળાનું મૂલ્યાંકન કરતી વખતે તેણીએ ભોગવેલ માતૃત્વ રજા જેટલા સમયને અજમાયશી સમયગાળામાં ઉમેરીને કામગીરી મૂલ્યાંકન પૂર્ણ કરવાનું રહેશે પરંતુ અજમાયશી સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી માતૃત્વ રજાનો સમયગાળો ધ્યાને લીધા સિવાય નિયમિત નિમણૂકના આદેશો કરવાના રહેશે.
આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખથી કરવાનો રહેશે. વધુમાં, આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખે જે મહિલા સરકારી કર્મચારી/અધિકારીઓ માતૃત્વ રજા પર હોય તેઓને પણ આ ઠરાવનો લાભ મળવાપાત્ર થશે.
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ના નિયમ-૬૯માં ઉકત સુધારા હવે પછી જાહેરનામા દ્વારા આમેજ કરવામાં આવશે. માતૃત્વ રજાને લગતી અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે
સરકારી મહિલા કર્મચારીઓ માટે માતૃત્વ રજાના પરિપત્રો
સરકારી મહિલા કર્મચારીઓ માટે મેટરનીટી રજાના પરિપત્રો
સરકારી મહિલા કર્મચારીઓ માટે maternity leave gr
વિવિધ મેટરનીટી રજાના પરિપત્રો નીચે મૂકેલા છે. આપ pdf સ્વરૂપે જોઇ શકશો તથા ડાઉનલોડ કરી શકશો.
માતૃત્વ રજા પરીપત્ર 1 અહીંથી ડાઉનલોડ કરો
માતૃત્વ રજા પરીપત્ર 2 અહીંથી ડાઉનલોડ કરો
માતૃત્વ રજા પરીપત્ર 3 અહીંથી ડાઉનલોડ કરો