▶️ *હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ* *(HPC)*
✅ *સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ માં ધ્યાનમા રાખવાની બાબતો*
➡️ *ભાગ-A મારા વિશે:-* બાલવાટિકામા શિક્ષક વિદ્યાર્થીને પૂછી માહિતી ભરે અને ધોરણ-૧ અને ૨ ના વિદ્યાર્થીઓ શિક્ષકની મદદથી માહિતી પોતે ભરે તે ઇચ્છનીય છે.
➡️ *આ હું છું, આ મારો પરિવાર છે.* બાળક વય કક્ષા અનુરૂપ ચિત્ર દોરે તેને પ્રાથમિકતા આપવી. બાળકોને શક્ય તેટલા સર્જનાત્મક બનવા માટે પ્રોત્સાહિત કરવા.
➡️ *ભાગ -B ક્ષમતા આધારિત મૂલ્યાંકન*:- અભ્યાસક્રમના ધ્યેય ૧ થી ૧૩ ની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને સત્ર -૧ અને સત્ર -૨ નું ચિન્હો (નિશાની) આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે.
*ચિન્હો*(નિશાની)
👉 〰️〰️ (ઝરણું) વિદ્યાર્થીને ક્ષમતા અને તેના આધારિત અધ્યાય નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે શિક્ષકની તેમજ સહાધ્યાયીની *વધુ પડતી મદદની જરૂર છે.*
👉 🔺 (પર્વત) વિદ્યાર્થીને ક્ષમતા અને તેના આધારિત અધ્યાય નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે શિક્ષકની તેમજ સહાધ્યાયીની *થોડી મદદની જરૂર છે*
👉 ⭐ ( આકાશ) અધ્યયન બાદ વિદ્યાર્થી જાતે જ ક્ષમતા અને તેના આધારિત અધ્યયન નિષ્પતિ સિદ્ધિ કરી શકે છે.
C-11.1 કાર્ડનું આપેલ ધ્યેય શિક્ષકના માર્ગદર્શન માટે છે તેનું મૂલ્યાંકન દર્શાવવાનું નથી.
➡️ *ભાગ-C શિક્ષક દ્વારા મૂલ્યાંકન* :-
શિક્ષક સત્ર દરમિયાન નોંધાયેલી વિદ્યાર્થીની સારી, પડકારરૂપ અને હકારાત્મક સૂચનોની ટૂંકી નોંધ કરવી.
➡️ *સ્વ મૂલ્યાંકન* :- શિક્ષક વિદ્યાર્થીઓની ભરવામાં મદદ કરશે જરૂર જણાય તો વિદ્યાર્થીઓને અવલોકન કરી ચર્ચા કરી ભરશે.
➡️ *સહાધ્યાયી મૂલ્યાંકન*:- આ વિભાગમાં પ્રવૃતિના આધારે બાળકનું તેના સહધ્યાયી સાથે થતા જોડાણનું મૂલ્યાંકન થશે.
➡️ *વિધાર્થી પોર્ટફોલિયો* :- વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ કરેલી વિવિધ પ્રવૃત્તિઓ પૈકી નમૂનારૂપ પ્રવૃત્તિઓનો સંગ્રહની નોંધ.
➡️ *સહી અને તારીખ* : દરેક સત્રના અંતે માતા-પિતા અથવા વાલી,વર્ગ શિક્ષક અને આચાર્યશ્રીએ તારીખ લખી સહી કરવી.
➡️ *ઉપસંહાર*:- HPC દ્વારા 360° ડિગ્રી મૂલ્યાંકન કરવાનું રહેશે.
આવી જ માહિતી માટે ફોલો કરો