નમસ્કાર મિત્રો
આ પોસ્ટમાં આપણે વિવિધ વિષયોની અધ્યયન નિષ્પત્તિ પીડીએફ સ્વરૂપે મુકીશું. બાળકોના વર્ગખંડમાં શિક્ષણ માટે ઉપયોગી અધ્યયન નિષ્પત્તિ મુકીશું.
અધ્યયન નિષ્પત્તિ અત્ર મુકવામાં આવશે. જેનો આપ વર્ગખંડમાં કરિશો.
અધ્યયન નિષ્પત્તિ એટલે શિક્ષણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીમાં થતી જ્ઞાન, કુશળતા, અભિગમ અને મૂલ્યોની સ્પષ્ટ સિદ્ધિ।
સરળ શબ્દોમાં:
શિક્ષણ પછી વિદ્યાર્થી શું જાણશે, શું કરી શકશે અને કેવું વર્તન કરશે – તે અધ્યયન નિષ્પત્તિ કહેવાય. વિદ્યાર્થી કંઇક નવું જાણે, કંઈક નવુ કરી શકે તેના વર્તનમાં પરિવર્તન આવે તેને આપણે અધ્યયન નિષ્પત્તિ તરિકે ઓળખીશું.
અધ્યયન નિષ્પત્તિના મુખ્ય મુદ્દા:
વિદ્યાર્થી કેન્દ્રિત હોય છે
અધ્યયન નિષ્પત્તિ વિદ્યાર્થી કેન્દ્રી હોય છે. જેમાં વિદ્યાર્થી મહત્વનો હોય છે.
માપી શકાય તેવી હોય છે
અધ્યયન નિષ્પત્તિને માપી શકાય તેવી હોય છે. વિદ્યાર્થીનું કૌશલ્ય માપવા માટે તેનો ઉપયોગ થાય છે.
સ્પષ્ટ અને નિર્ધારિત હોય છે
પાઠ્યક્રમ સાથે સંકળાયેલી હોય છે.
અધ્યયન નિષ્પત્તિ પાઠ્યક્રમ સાથે જોડાયેલ છે. પાઠ્ય ક્રમ આધારિત અધ્યયન નિષ્પત્તિ હોય છે.
ઉદાહરણ:
ધોરણ 5 – ગણિત
વિદ્યાર્થી સરવાળા-બાકીના પ્રશ્નો સ્વતંત્ર રીતે ઉકેલી શકે
વિદ્યાર્થી દૈનિક જીવનમાં ગણિતનો ઉપયોગ કરી શકે
અધ્યયન નિષ્પત્તિના પ્રકાર:
1. જ્ઞાનાત્મક (Cognitive) – જાણવું, સમજવું
2. ભાવાત્મક (Affective) – ભાવ, અભિગમ, મૂલ્યો
3. ક્રિયાત્મક (Psychomotor) – કાર્ય, કુશળતા
હવે ધોરણ 1 થી 8 માં વિવિધ વિષયોની ઉપયોગી અધ્યયન નિષ્પત્તિ ની 5પીડીએફ નીચે મુકીશું.
પ્રથમ સત્રની અધ્યયન નિષ્પત્તિ pdf
બીજા સત્રની અધ્યયન નિષ્પત્તિ pdf
સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર અધ્યયન નિષ્પત્તિઓ pdf
સામાજિક વિજ્ઞાન બીજા સત્રની અધ્યયન નિષ્પત્તિઓ
સામાજિક વિજ્ઞાન 6 થી 8 અધ્યયન નિષ્પત્તિ પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સામાજિક વિજ્ઞાન 6 થી 8 સીધી પ્રિન્ટ લઈ શકાય તેવી અધ્યયન નિષ્પત્તિઓ pdf અહી ડાઉનલોડ કરો
જે પણ મિત્રોએ શિક્ષકો અને વિદ્યાર્થિઓ માટે ઉપયોગી અધ્યયન નિષ્પત્તિ pdf બનાવેલ છે તેમનો આભાર વ્યક્ત કરુ છુ.