ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬માં લેવાનાર મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ તા.૦૮/૧૧/૨૦૨૫ના રોજ બોર્ડની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ. રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૬ની જાહેર રજાઓ તા.૨૭/૧૧/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. જેમાં ધુળેટીની રજા તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ જાહેર થયેલ છે. જેથી તા.૦૪/૦૩/૨૦૨૬ના રોજ યોજાનાર પરીક્ષાના કાર્યક્રમમાં બિડાણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરવામાં આવેલ છે. જેની લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.*
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.