TAT નવી પરીક્ષા પદ્ધતિ વિશે જાણો TAT પરીક્ષા પદ્ધતિ ફેરફાર પરીપત્ર
નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં આપણે ખૂબ જ અગત્યની અપડેટ આપવા જઈ રહ્યા છીએ. પહેલા આપણે ધોરણ 9 થી 12 માં શિક્ષક થવું હોય તો ટાટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી ધોરણ 9 થી 10 માં ટાટ 1 અને ધોરણ 11 12 માં ટાપુની પરીક્ષા યોજવામાં આવતી હતી અત્યારે હવે એ નિયમમાં ફેરફાર આવ્યો છે હવે ટાટમાં બે પરીક્ષાઓ યોજવામાં આવશે એટલે કે એક એમસીક્યુ પ્રકારનું પેપર લેવામાં આવશે અને બીજું વર્ણનાત્મક પ્રકારનું પેપર લેવામાં આવશે અને એ ત્યારબાદ ટાટમાં શિક્ષક બનવા માટે આ બંને પરીક્ષાઓ પાસ કરવી પડશે મેરીટમાં આવું પડશે પછી તમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી શિક્ષક બની શકશો તો એના વિશેની માહિતી તમને આર્ટિકલમાં આપવાની છે શું નિયમ બન્યા છે શું નિયમમાં ફેરફાર થયા છે આપની પરીક્ષામાં શું ફેરફાર થયો છે. ટાટ ની પરીક્ષા નું માળખું કેવું છે એના પ્રશ્નપત્રો કઈ રીતે પૂછાવાના છે તમામ માહિતી તમને આ બ્લોકમાં આપવાનો છે તો અંત સુધી બ્લોગ તમારે વાંચવાનો છે ગમે તો શેર કરશો અને અહીંયા પરિપત્ર પણ આપીશું કે ટાટની પરીક્ષાનો નવ પરિપત્ર જે જાહેર થયો છે અને લીંક મુકીશું જેને તમે ડાઉનલોડ કરી શકશો.
TAT એટલે શિક્ષક અભિરુચિ કસોટી બે પ્રકારે યોજવામાં આવશે.
શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક
શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક
શિક્ષક અભિરુચિ કસોટી નું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવશે જે ઉમેદવાર લાયકાત ધરાવતા હશે તે ટાટ 1 અને ટાટ 2ની કસોટી આપી શકશે
TAT શિક્ષક અભિરુચિ કસોટી
પ્રાથમિક અને મુખ્ય એમ બે પ્રકારની પરીક્ષા યોજવામાં આવશે.
TAT પ્રાથમિક પરીક્ષા: આ બહુ વિકલ્પ પ્રકારની કસોટી છે.
TAT મુખ્ય પરીક્ષા: આ કસોટી વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે.
TAT પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ :-
TAT પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે અને 100 ગુણ નો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિશે આધારિત હશે આ TAT પ્રાથમિક પરીક્ષા કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે આ કસોટીના બંને વિભાગનું એક જ પ્રશ્નપત્ર રહેશે MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે.
TAT મુખ્ય કસોટીનુ સ્વરૂપ :-
પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.
પ્રશ્નપત્ર 1 : ભાષા ક્ષમતા
(અ )ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે 100 ગુણ અથવા
(બ) હીદી ભાષા ક્ષમતા હિન્દી માધ્યમ માટે 100 ગુણ અથવા
(ક) અંગ્રેજી ભાષા ક્ષમતા અંગ્રેજી માધ્યમ માટે 100 ગુણ
પ્રશ્નપત્ર 2 : વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર 100 ગુણ (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનો પ્રશ્નપત્ર રહેશે )
નોંધ : ઉમેદવારે જે માધ્યમની શિક્ષક અભિરુચિ કસોટી ઉત્તીર્ણ કરેલો છે તે માધ્યમમાં શૈક્ષણિક કાર્ય થતું હોય એવી શાળાઓમાં જ શાળાઓમાં જ શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે પાત્ર થશે ત્રણેય માધ્યમની કસોટી ના પ્રશ્નપત્ર સરખા અથવા અલગ રહેશે.
કસોટીનો અભ્યાસક્રમ :-
પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ અનુક્રમે પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે મુજબનો રહેશે
શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણ :-
(અ) પ્રાથમિક પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા cut off થી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે
(બે ) મુખ્ય પરીક્ષા માટે cut off થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે નહીં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખ પત્ર ઓનલાઇન માધ્યમથી આપવામાં આવશે
(ક) મુખ્ય પરીક્ષા : મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ મેળવેલ ઉમેદવારોને મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે.
TAT પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર.
હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. પહેલી પરીક્ષા ક્લિયર કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. શિક્ષણ વિભાગે ઇશ્યૂ કર્યો પરિપત્ર.
ટાટ સેકન્ડરી મુખ્ય પરીક્ષા વર્ણાત્મક પેપર તા. 25/6/2023નાં રોજ લેવાયેલ
ગુજરાતી પેપર ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
ટાટ વર્ણનાત્મક લેખિત મુખ્ય પરીક્ષા 2023 માટે પ્રશ્નપત્ર માળખું અહીથી ડાઉનલોડ કરો
TAT સેકન્ડરી cut off જોવા અહીં ક્લિક કરો
Click Here to Result TAT s 2023
TAT Syllabus | |
Advertisement | |
Official Website | |
Apply Online |