*નમો લક્ષ્મી યોજના 🎓✨*
*📢 ગુજરાતની જાહેર જનતાને નમ્ર અપીલ 📢*
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગની સરહાનીય પહેલ 🎉🎉
📅 તારીખ 27/5/2024 સોમવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ થવા જઈ રહ્યું છે.
*💁♀️ આ યોજનાના લાભ વિશે:*
📚 ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
💸 આપની દીકરીને અન્ય કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ મળશે.
*📅 જૂન 2024 થી જ આ યોજનાનો લાભ મળશે.*
📖 ધોરણ 9 થી 12 સુધીના ચાર વર્ષ દરમ્યાન 50,000 રૂપિયાની શિષ્યવૃતિ દીકરીના માતાના/દીકરીના ખાતામાં જમા થશે.
*📋 યોગ્યતા:*
ધોરણ 8 માં સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા નોન ગ્રાન્ટેડ ખાનગી શાળામાં આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય.
વર્ષિક આવક મર્યાદા: જો ધોરણ 8 માં નોન ગ્રાન્ટેડ/સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે અભ્યાસ કરેલ હોય તો 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા છે.
*📑 આવશ્યક દસ્તાવેજો:*
🧾 દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર
🆔 દીકરીનું આધારકાર્ડ
🆔 દીકરીના માતાનું આધારકાર્ડ
🏦 માતાનું બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક
🏦 માતા ન હોય/માતાની વિગત ના હોવાના કિસ્સામાં દીકરીના બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક
*🧾 જો દીકરીએ ધોરણ 8 માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલ હોય તો વાલીની 6 લાખ સુધીની આવકનો દાખલો (ગુજરાત સરકાર દ્વારા માન્ય નમૂનાનો)*
*⚠️ ખાસ સૂચના:*
જન ધન યોજના અંતર્ગત ખોલાવેલ બેન્ક એકાઉન્ટ પણ માન્ય રહેશે.
80% હાજરી શાળામાં અનિવાર્ય છે.
*📞 સંપર્ક:*
જો રાજ્યની કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે સીબીએસઈ બોર્ડની શાળા આ યોજનાનો લાભ આપની દીકરીને આપવામાં ઉદાસીનતા દાખવે તો જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો.
*🙏 આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો અને રાજ્યની દીકરીઓને આ યોજનાથી લાભાન્વિત કરશો.*
*🤝 સમાજની દીકરીઓને આ યોજનાનો લાભ અપાવવામાં મદદરૂપ થશો એવી અપેક્ષા....*
નમો લક્ષ્મી યોજનાં ટુંકમાં સમજ આપતી માહિતી મેળવવા માટે અહિં લિંક પર ક્લિક કરશો.
નમો લક્ષ્મી યોજના ની તા.27/5/2024ની અપડેટ
*NAMO LAKSHMI Application Link*
આ સાથે *NAMO LAKSHMI યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટેની લિંક મોકલી આપેલ છે.*
હાલ માત્ર *અમદાવાદ, રાજકોટ, સુરત, અને વડોદરા જિલ્લા અને AMC, RMC, SMC અને VMC* ની શાળાઓ દ્વારા જ ફોર્મ ભરી શકાશે.
*આ સિવાયના જિલ્લાઓમાં 2 દિવસ પછી ફોર્મ ભરી શકશે.* તમામ શાળાઓ સુધી આ લિંક ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.
Link : અહી ક્લિક કરો